Connect Gujarat
ભરૂચ

ભરૂચ: એકસરખા નામનો લાભ ઉઠાવી બિન ખેડૂતને ખેડૂત બનાવી દેવાના કૌભાંડની મહિલાએ ફરિયાદ કરી

અંકલેશ્વરની એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

X

ભરૂચમાં બિન ખેડૂતને ખેડૂત બનાવવાના કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે અંકલેશ્વરની એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.

ભરૂચમાં બિન ખેડૂતને ખેડૂત બનાવવાના કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે અંકલેશ્વરની એક મહિલાએ તેના નામનો દુરુપયોગ કરી ખેતીની જમીનનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ બનાવની જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ આપી તપાસની માંગણી પણ કરાઈ છે જેની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઈન્સ્પેક્ટરે આરોપીઓના નિવેદન નોંધી તપાસ આગળ ધપાવી છે.ભરૂચના સરથાણ અને વરેડીયા સહિતના વિસ્તારમાં 140 એકર જેટલી જમીન ખોટા દસ્તાવેજોના આધારે બિન ખેડૂત દ્વારા ખરીદી લેવાઈ છે.બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકતા નથી છતાં મામલાની ઉંડાણપૂર્વકની તપાસમાં 3૦૦ એકર જમીનનું કૌભાંડ નીકળી શકે તેવી શંકા વ્યક્ત કરાઈ છે જેની કિંમત કરોડો રૂપિયાની હોવાનો અંદાજ છે.10થી વધુ લોકો સામે બિન ખેડૂતને ખેડૂત બનાવી ખેતીની જમીન ખરીદી તેને નોન એગ્રિકલચર એટલેકે NA કરાવી વ્યવસાયિક હેતુમાં ફેરવી નાખવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. તંત્ર પણ મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે એક તરફ પોલીસ તંત્રને મળેલી ફરિયાદની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે તો બીજી તરફ રેવન્યુ વિભાગે પણ દસ્તાવેજની ચકાસણી શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી રહી છે.

Next Story