/connect-gujarat/media/post_banners/fd14082096fb8f9db51c740998e7e4584c9ba0650a460034c41d5f4828e57264.webp)
ભરૂચ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે ગુમાનદેવ ફાટક પાસે સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતા સમય સૂચકતા વાપરી સફળતા પૂર્વ પ્રસૂતિ કરાવી હતી
આજરોજ સવારે 9 કલાકે ભરૂચની ઝાડેશ્વર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને ઝઘડીયા તાલુકાનાં ખરચી ગામની પ્રસૂતિના દુખાવાનો ઈમરજન્સી કોલ મળ્યો હતો જેને પગલે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ ગણતરીના કલાકમાં જ ખરચી ગામ ખાતે શિમાબેન સુનીલભાઈ વસાવાના ઘરે પહોંચી ગઈ હતી.જ્યાંથી શિમાબેનને પ્રસૂતિનો દુખાવો ઉપડતા તેણીને ખરચી ગામથી ઝઘડીયા હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન ગુમાનદેવ ફ઼ાટક પાસે સગર્ભાને અસહ્ય પ્રસૂતિની પીડા ઉપડતા ત્યાજ પ્રસુતિ કરાવી પડે એવું જણાતા ઇએમટી ભૂમિકાબેને પાઇલોટ સુરેશભાઈને એમ્બ્યુલન્સ સાઇડમાં ઉભી રખાવી ડિલિવરી કીટ તૈયાર કરી અમદાવાદ સ્થિત ઇ.આર.સી.પી.ડોક્ટરના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. સગર્ભાએ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ માતા અને બાળકને સ્થળ પર જરૂરી સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય હતા. જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું બાળકીનો જન્મ થતાં જ પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને પરિવારના સભ્યો 108 ઇમર્જન્સી સેવાનો આભાર વ્યક્ત કર્યો હતો.