ભરૂચ શહેરના સ્ટેશન રોડ સ્થિત કલરવ શાળા ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ ૧૯૮૧માં આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ જાહેર કર્યું હતું. જે બાદ વિકલાંગો માટે અનેક યોજનાઓ સતત બહાર પાડવામાં આવી હતી. જેના ભાગરૂપે વર્ષ ૧૯૯૨થી તા. ૩ ડિસેમ્બરે દર વર્ષે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચની દિવ્યાંગ બાળકોની સંસ્થા કલરવ સ્કૂલ દ્વારા વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે અદાણી ફાઉન્ડેશનના સહયોગથી વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલરવ સ્કૂલના પ્રવીણ મોદી, નિલા મોદી સહિત અદાણી ફાઉન્ડેશનના હોદ્દેદારો તેમજ શિક્ષકગણ થતા સ્ટાફ ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.