Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઐતિહાસિક ગોલ્ડન બ્રિજમાં કરાશે વિશ્વ યોગ દિવસની ઉજવણી, આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોલ્ડન બ્રીજ ખાતે રાખવામાં આવી છે.

X

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોલ્ડન બ્રીજ ખાતે રાખવામાં આવી છે. જેથી તૈયારીઓને લઇ બ્રિજ ઉપર વાહનોની અવર-જવર પર આજથી આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસેને 'આંતરરાષ્ટ્રીય યોગ' દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકાર તથા રાજય સરકાર દ્રારા 'માનવતા માટે યોગા'ના થીમ સાથે તા. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યું છે.જે અનુસંધાને ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગોલ્ડનબ્રીજ ખાતે રાખવામાં આવી છે. જેથી તૈયારીઓને લઇ બ્રિજ ઉપર વાહનોની અવર-જવર આજથી બંધ કરવામાં આવી છે.ગોલ્ડન બ્રિજ ખાતે યોગ દિવસની ઉજવણીમાં મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં લોકો ભાગ લેનાર હોય જેથી તા. 20જૂનના રોજ યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓની કામગીરી કરવા માટે બપોરના 12 વાગ્યાથી તા.21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી પૂર્ણ થતાં સુધી બપોરના 12 વાગ્યા સુધી ગોલ્ડન બ્રિજ ઉપરથી દક્ષિણ તથા ઉત્તર તરફથી પ્રવેશતાં તમામ વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે ગોલ્ડન બ્રિજની મુલાકાત લઈ વિશ્વ યોગ દિવસ ઉજવણીના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરી હતી

Next Story