Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામની આર.કે.વકીલ શાળામા વિશ્વ યોગ દિવસની કરવામાં આવી ઉજવણી

આજરોજ ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

ભરૂચ: હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામની આર.કે.વકીલ શાળામા વિશ્વ યોગ દિવસની કરવામાં આવી ઉજવણી
X

આજરોજ ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે.વકીલ હાઈસ્કૂલ અને અલકા બા પ્રાથમિક શાળામાં આજરોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયેશ પટેલ, શાળાના ટ્રસ્ટી ઉમેદ પટેલ, માધ્યમિક વિભાગના આચાર્ય ધર્મેશ જોશી,પ્રાથમિક વિભાગના આચાર્ય જિગ્નેશ પટેલ તેમજ શાળા પરિવાર અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં અભ્યાસ કરતા 200થી વધુ વિધ્યાર્થીઓએ યોગાભ્યાસ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી

Next Story