ભરૂચ : તમે પૈસા સાથે મતલબ રાખો, મકાન વેચવું છે કે નહિ ? વોટસએપ ચેટ બાદ વિવાદ

હીંદુઓના મકાનો ખરીદવા માટે લઘુમતી સમાજના લોકો લોભ અને લાલચ આપતાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

New Update
ભરૂચ : તમે પૈસા સાથે મતલબ રાખો, મકાન વેચવું છે કે નહિ ? વોટસએપ ચેટ બાદ વિવાદ

ભરૂચ શહેરના હાથીખાના બજારમાં અશાંતધારો અમલી હોવા છતાં હીંદુઓના મકાનો ખરીદવા માટે લઘુમતી સમાજના લોકો લોભ અને લાલચ આપતાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ શહેરની ભૌગોલિક સ્થિતિ પર નજર નાંખવામાં આવે તો શહેર બે ભાગમાં વહેંચાયેલું છે. જુનુ ભરૂચ અને નવું ભરૂચ.. છેલ્લા થોડા વર્ષોમાં ભરૂચના જુના વિસ્તારોમાં રહેતા હિંદુઓ મિલકતો મુસ્લિમોને વેચીને નવા વિસ્તારમાં રહેવા માટે જતા રહ્યાં છે. ભરૂચ શહેરમાં નિર્માણ પામેલાં સંજોગોને ધ્યાનમાં રાખી સરકારે શહેરના 47 જેટલા વિસ્તારોમાં અશાંત ધારાને અમલી બનાવ્યો છે. જે અંતર્ગત હવે હીંદુઓ તેમના મકાનો કે મિલકત મુસ્લિમોને અને મુસ્લિમો તેમની મિલકતો કે મકાનો કલેકટરની પરવાનગી સિવાય એકબીજાને વેચી શકતાં નથી. હાથીખાના તથા આસપાસના વિસ્તારમાં અશાંતધારાનો અમલ થતો નહિ હોવાથી થોડા દિવસો પહેલાં સ્થાનિકોએ રોષ વ્યકત કર્યો હતો. મકાનો તથા મંદિરો પર આ મિલકતો વેચવાની છે તેવા બેનર્સ લગાવવામાં આવ્યાં હતાં. હવે એક વિવાદાસ્પદ ચેટ સામે આવી છે. જેમાં લઘુમતી સમાજના લોકો હીંદુઓને ઉંચી કિમંતો આપી મકાનો વેચવા દબાણ કરી રહયાં હોવાના આક્ષેપો થઇ રહયાં છે. જિલ્લામાં એક તરફ કાંકરીયા ધર્મ પરિવર્તન કેસ ચર્ચામાં છે તેવામાં ભરૂચમાં બનેલી ઘટનાથી ચકચાર મચી છે.

Latest Stories