Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ભાજપ સરકારની નીતિઓના વિરોધમાં યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,નેત્રંગ તાલુકા પંચાયત કચેરીનો કર્યો ઘેરાવો

જિલ્લા યુવા કોંગ્રેસ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ભ્રષ્ટાચારી નીતિઓના આક્ષેપ સાથે નેત્રંગ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નેત્રંગ ખાતે સરકારની ભ્રષ્ટાચારી નીતિઓના આક્ષેપ સાથે તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને નેત્રંગ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ભ્રષ્ટાચારી નીતિઓના આક્ષેપ સાથે નેત્રંગ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વાર કરાયેલ આક્ષેપ અનુસાર સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયતની ચૂંટણીના બે વર્ષ બાદ પણ ભાજપ પ્રેરિત તાલુકા પંચાયતો સ્થાનિક પ્રશ્નોનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડી રહી છે.આદિવાસી વિસ્તારના ખેડૂતોને ભાજપના ચૂંટાયેલા સભ્યો દ્વારા અવારનવાર અત્યાચાર કરી હેરાન કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નેત્રંગ તાલુકા પંચાયતનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ કરી રહેલ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શનમાં યુથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી, વિપુલ વસાવા જયેશ વસાવા,શેરખાન પઠાણ, મોસીન પઠાણ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા

Next Story