/connect-gujarat/media/post_banners/5812cf8d7607c5c28b6d2a5de4b39c651ff2882c60922627262989bbdc626d39.jpg)
ભરૂચના ધર્મનગર ટાઉનશીપ નજીક ડમ્પર ચાલકે બાઈક સવારને ટક્કર મારતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.
ભરૂચના વલણ ગામમાં રહેતો 20 વર્ષીય યુવાન ફિરોઝ બેરા સુરભી બંગ્લોઝ નજીક આવેલા શોપિંગ સેન્ટરમાં વસંત મસાલાના વેપારીને ત્યાં સેલ્સ માર્કેટિંગનું કામ કરતો હોય આજ રોજ સવારે માર્કેટિંગ માટે પોતાની બાઇક નંબર gj 06 jc 5062 લઈ પોતાના કામ અર્થે ધર્મનગર ટાઉનશિપ પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતું. ઘટના બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થતા લોકોના ટોળાએ તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.