/connect-gujarat/media/post_banners/1f7c3d4bf58a78a33f9b94501aa6dc310008f150cb6f55340fc459194ffbee1d.jpg)
સેવાની સાથે પર્યાવરણ, સ્વચ્છતા, શિક્ષણ અને જાગૃતિ યુવા સશક્તિકરણ ક્ષેત્રે કાર્યરત ઈનર વ્હીલ ક્લબ ભરૂચ દ્વારા શહેરની SVMIT કોલેજ ખાતે તારીખ 25 અને 26 જૂનના રોજ યૂથ પાર્લામેન્ટ-2022નું આયોજન કરવામાં આવ્યું છે. યુથ પાર્લામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા લેખક અને પૂર્વ કમીશનર યોગેન્દ્રકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ યુથ એન્ડ લીડરશિપ ઈન કન્ટ્રી અફેર્સ વિષય પર સુંદર વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ પ્રશ્નોત્તરી અને ચર્ચા દરમ્યાન વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ રસપૂર્વક ભાગ લીધો હતો.
આ યૂથ પાર્લામેન્ટનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વકતૃત્વ અને નેતૃત્વ કળા વિકસાવવાનો છે. આજનો યુવાવર્ગ રાજકીય અને સામાજિક બનાવોથી વાકેફ રહે અને તે સભાનતાની જવાબદારી પૂર્વક ચર્ચા કરે તે ખૂબ જરૂરી છે. યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે અને તેને ભવિષ્યના જાગૃત નાગરિક બનાવવા પ્રયાસરૂપે યૂથ પાર્લામેન્ટ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ યૂથ પાર્લામેન્ટના પ્રથમ દિવસે ભરૂચ તેમજ અંકલેશ્વરની વિવિધ શાળાઓના 200થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.