ભરૂચની ઝાડેશ્વર ગ્રામપંચાયત દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ લારી ધારકોને લારી ગલ્લા હટાવી લેવા નોટીસ ફટકારવામાં આવી છે જેના પગલે વેપારીઓમાં રોષ જોવા મળી રહયો છે. ભરૂચના ઝાડેશ્વર નજીક આવેલ તુલસીધામ સોસાયટી થી ઝાડેશ્વર ચોકડી સુધીના મુખ્ય માર્ગો પર વર્ષોથી શાકભાજીનો અને અન્ય વસ્તુઓનો પાથરો તેમજ લારી મૂકી અનેક વેપારીઓ વેપાર કરતાં આવ્યા છે.
પહેલાંની વાત કરીએ તો ઝાડેશ્વરવિસ્તારમાં ઘણી ઓછી સોસાયટી હોવાથી મુખ્ય માર્ગ પર અવરજવરનો પ્રશ્ન ઉદ્ભવ્યો ન હતો પરંતુ ઘણા સમયથી તુલસીધામ સહિતના વિસ્તારોમાં સોસાયટીઓની સંખ્યામાં વધારો થતાં લોકોની અવરજવરમાં પણ નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે વાહનોનું ભારણ પણ વધ્યું છે. વેપારીઓ મુખ્યમાર્ગને અડીને જ વેપાર કરતાં હોવાથી ટ્રાફિકજામની પરિસ્થિતી દિનપ્રતિદિન વકરી રહી છે. જેના પગલે ઝાડેશ્વર ગ્રામપંચાયત દ્વારા લારી ધારકોને નોટીસ ફટકારી લારી તેમજ ગલ્લા હટાવી લેવા હુકમ કર્યો છે.ગ્રામપંચાયતની નોટીસ મળતા જ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે ગ્રામપંચાયત દ્વારા તેઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવે