Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રૂ. 1.25 કરોડના ખર્ચે કસક સર્કલથી બેન્ક ઓફ મહારાષ્ટ્ર સુધી બેસાડવામાં આવશે "પેવર બ્લોક"

કસક સર્કલથી પેવર બ્લોકના કામનું કરાયું ખાતમુહૂર્ત રૂ. 1.25 કરોડના ખર્ચે લગાડવામાં આવશે પેવર બ્લોક

X

ભરૂચ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વોર્ડ નંબર 5માં કસક સર્કલથી બેન્ક ઓફ મહારાષ્ટ્ર સુધી પેવર બ્લોકના કામનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરના વોર્ડ નંબર 5માં કસક મંદિરથી બેન્ક ઓફ મહારાષ્ટ્ર સુધીના માર્ગ પર પેવર બ્લોક લગાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લગભગ રૂપિયા 1.25 કરોડના ખર્ચે પેવર બ્લોક બેસાડવાની કામગીરી કરવામાં આવશે, ત્યારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શરૂ કરાયેલ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પાલિકા પ્રમુખ અમિત ચાવડા, પાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, જીલ્લા મહામંત્રી નીરલ પટેલ, જિલ્લા મંત્રી જીગ્નેશ મિસ્ત્રી, જિલ્લા ઉપપ્રમુખ દક્ષા પટેલ, સહિત શહેર સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story