Connect Gujarat
ભરૂચ

દેશભરમાંથી દર્શને આવતા શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું ભરૂચનું નીલકંઠેશ્વર મહાદેવ મંદિર...

ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભરૂચ તેમજ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત ભરના લોકો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શન આવતા હોય છે.

દેશભરમાંથી દર્શને આવતા શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું ભરૂચનું નીલકંઠેશ્વર મહાદેવ મંદિર...
X

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અહી ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી શિવભક્તો આવીને શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભરૂચ તેમજ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત ભરના લોકો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શન આવતા હોય છે.જેમાં અધિકમાસમાં વિશેષ લોકોની સંખ્યા જોવા મળી હતી. અધિક માસના પ્રથમ સોમવારે હજારોની સંખ્યામાં શિવ ભક્તોમાં નર્મદામાં સ્નાન કરી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શન વહેલી સવારથી જ શિવ મંદિર ઓમ નમઃ શિવાય નાજથી મંદિર પરિસર ગુંજી ઊઠે છે. ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નર્મદા નદીના કિનારે અનેક કોતરો આવેલી છે, જેમાંની એક કોતર પર અનેક સાધુ-સંતો અને પરિક્રમા વાસીઓએ દૂર દૂરથી આવીને આશરો સ્થાન મેળવતા હોય છે. આ સ્થાનમાં નર્મદાના પ્રકૃતિક સૌંદર્ય અને બન્ને તરફથી આવતા પવિત્ર જરના મિલન સ્થાન તરીકે પણ જાણીતું છે.

આ સાથે જ અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે પણ આ સ્થળ મહત્વનું છે, ત્યારે આ સ્થળની પવિત્રતાથી આકર્ષિત થઈ પરમ પૂજ્ય યોગીરાજ યાગ્નિનિકજીએ આ પવિત્ર સ્થળ પર આ વિકાસ અંગે એક વિકાસ અંગે એક ટ્રસ્ટની રચના કરી હતી. પરંતુ તેમનું નિઘન થયા બાદ અધૂરા રહેલા કામને પૂર્ણ કરવા માટે વર્ષ 1981માં અખાત્રીજના પાવન દિવસે પરમ પૂજ્ય સંત સ્વામી સાવલીવાળા મહારાજના સાનિધ્યમાં નવનિર્મિત શિવાલયનું ખાતમૂરર્ત થયું હતું. આ વિશાળ શિવાલયનું નિર્માણ કે, જે આજે નીલકંઠેશ્વર મહાદેવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરે છે. તે માત્ર 12 માસના જ સમય દરમિયાન સાકાર કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર દિવસે નીલકંઠેશ્વર ભુવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. પરિક્રમા વાસીઓ માટે આદર્શ સ્થાન નર્મદા માતાની પરિક્રમાવાસીઓની સંખ્યા દિનભર દિન વધી રહી છે, ત્યારે પરિક્રમાવાસીઓ તેમની પરિક્રમા દરમિયાન હસતા મોઢે અને ભક્તિમાં લીન રહી અનેક તકલીફો સહન કરતા હોય છે. તેવા સમયે પરિક્રમાવાસીઓના આશરો સ્થાન માટે નીલકંઠેશ્વર મહાદેવનું સ્થાન ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થયું છે, એક અંદાજ મુજબ વર્ષમાં હજારો પરિક્રમાવાસીઓ આ મંદિર ખાતે રોકાણ રોકાતા હોય છે. નર્મદા પરિક્રમા માટે નીકળેલા તમામ પરિક્રમાવાસીઓની નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રહેવાની અને જમવાની સુવિધાની નિઃશુલ્ક આપવામાં આવતી હોય છે.

Next Story