Connect Gujarat
ભરૂચ

ભાજપની "ગુજરાત ગૌરવ યાત્રા"નો ભરૂચ જિલ્લામાં પ્રવેશ, જુઓ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ શું કહ્યું..!

ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે ઉનાઈ માતાજીના મંદિરથી નીકળેલ ગુજરાત ગૌરવ યાત્રાનું ભાજપના આગેવાનોએ ભવ્ય સ્વાગત કરી આવકારી હતી.

X

ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતે ઉનાઈ માતાજીના મંદિરથી નીકળેલ ગુજરાત ગૌરવ યાત્રાનું ભાજપના આગેવાનોએ ભવ્ય સ્વાગત કરી આવકારી હતી.

વિધાનસભાની ચુંટણીના ભણકારા વચ્ચે ભાજપની ભરોસાની સરકારનો હિસાબ-કિતાબ જનતાને આપવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત તારીખ ૧૨ અને ૧૩મી ઓકટોબરના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના હસ્તે બહુચરાજીથી માતાના મઢ, દ્વારકાથી પોરબંદર ગુજરાત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંત સવૈયાનાથજી ઝાંઝરકાથી સોમનાથ, ઉનાઈ માતાજી મંદિર ખાતેથી ફાગવેલ અને ઉનાઈથી અંબાજી સુધીની ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે સુરત જીલ્લાના ઓલપાડ તાલુકામાંથી ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામ ખાતેથી આ યાત્રાનું આગમન થયું હતું. ગુજરાત ગૌરવ યાત્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાની આગેવાનીમાં હાંસોટ અને સજોદ ખાતે આવતા ભાજપના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યાત્રા અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક આવેલ મહિમા પેટ્રોલિયમની બાજુના મેદાને પહોચી હતી, જ્યાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાએ જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતી સાથે વિજય થશે તેવો દાવો કર્યો હતો.

આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, પ્રભારી જનક બગદાણાવાળા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, મહામંત્રી નિરવ પટેલ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ રમેશ મિસ્ત્રી, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ અનીલ પટેલ, હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story