Connect Gujarat
ભરૂચ

અંક્લેશ્વર : હરીપુરા ગામે કેનાલ લીકેજ થતાં ખેડૂતોના પાણી માટે વલખાં, નહેર વિભાગની લાપરવાહી સામે રોષ...

હરીપુરા ગામે ઉકાઈ કેનાલની ભૂગર્ભ લાઇનના વાટા લીકેજ થતા ખેડૂતો સિંચાઈના પાણીથી દોઢ મહિનાથી વંચિત રહેતા ખેડૂતોએ નહેર ખાતાની બેદરકારીના આક્ષેપો કર્યા

X

અંકલેશ્વરના હરીપુરા ગામે નહેર ખાતાની બેદરકારી

ઉકાઈ કેનાલની ભૂગર્ભ લાઇનના વાટા લીકેજ થયા

સિંચાઈના પાણીથી ખેડૂતો દોઢ મહિનાથી વંચિત રહ્યા

ખેડૂતોએ નહેર ખાતાની બેદરકારીનો કર્યો ગંભીર આક્ષેપ

સમારકામ નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના હરીપુરા ગામે ઉકાઈ કેનાલની ભૂગર્ભ લાઇનના વાટા લીકેજ થતા ખેડૂતો સિંચાઈના પાણીથી દોઢ મહિનાથી વંચિત રહેતા ખેડૂતોએ નહેર ખાતાની બેદરકારીનો આક્ષેપ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અંક્લેશ્વર અને હાંસોટ તાલુકામાં ઉકાઇ જમણા કાઠાની કેનાલથી પાણી આપવામાં આવે છે. દર વર્ષે ડીસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કેનાલને રીપેરિંગ માટે બંધ કરવામાં આવે છે. પણ દર વર્ષે રીપેરિંગ છતાં કેનાલમાં ગાબડાઓ પડવા કે, પાણી લીક થવા સહિતના પ્રશ્નો ઉદભવતા હોય છે.

કેનાલમાંથી અંકલેશ્વર તાલુકાના હરિપુરા, સક્કરપોર ભાઠા, સજોદ અને પુનગામ ગામના ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે છે, અને તેના માટે પાઇપલાઇન નાખવામાં આવી છે. પણ તેના વાટા તુટી જતાં મોટા પ્રમાણમાં પાણી લીકેજ થઇ રહ્યું છે. 45 દિવસના સમારકામ દરમિયાન વાટા રીપેર કરાયા ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 10 દિવસ પૂર્વે પાણી સિંચાઈ માટે આપવાની શરૂઆત કરવામાં આવી, ત્યારે ખોદકામ શરૂ કરી પ્રથમ પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. જેને લઇ આ પાઇપલાઈન પર નિર્ભર એવા સજોદ, હરિપુરા, સક્કરપોર અને પુનગામના હજારો એકર ઉભા પાકને છેલ્લા દોઢ માસથી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોમાં દોડધામ મચી છે. હવે જો, આગામી 2 દિવસમાં સમારકામ નહીં કરવામાં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story