Connect Gujarat
ભરૂચ

ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી : છેલ્લા 9 મહિનાથી ગુમ બારડોલીના વ્યક્તિનું પરિવાર સાથે કરાવ્યુ સુખદ મિલન

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામમાંથી છેલ્લા 9 મહિનાથી ગુમ થયેલ હિરેનભાઈ બાબુભાઈ પટેલને ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસેથી શોધી તેઓના પરિવાર સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સુખદ મિલન કરાવ્યું હતું.

ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી : છેલ્લા 9 મહિનાથી ગુમ બારડોલીના વ્યક્તિનું પરિવાર સાથે કરાવ્યુ સુખદ મિલન
X

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાંકાનેર ગામમાંથી છેલ્લા 9 મહિનાથી ગુમ થયેલ હિરેનભાઈ બાબુભાઈ પટેલને ભરૂચ રેલવે સ્ટેશન સર્કલ પાસેથી શોધી તેઓના પરિવાર સાથે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સુખદ મિલન કરાવ્યું હતું.

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં ગુમ અને અપહરણ થયેલ બાળકો, સ્ત્રી અને પુરુષને શોધી કાઢવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.રાઠોડ દ્વારા એલસીબીના અધિકારી કર્મચારીઓને ગુમ અથવા અપહરણ થયેલ બાળકો, સ્ત્રી અને પુરુષને શોધી કાઢવા પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ.તુવર સહિત એલસીબી ભરૂચની ટીમ ભરૂચ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, બારડોલીના વાંકાનેર ગામથી ગત તા. 13-05-2023ના રોજ ગુમ થનાર હિરેનભાઈ બાબુભાઈ પટેલ કે, જેઓ ભરૂચ રેલ્વે સ્ટેશન સર્કલ નજીક ખાનગી વાહનમાં હોવાની વિગત જાણવા મળી હતી. આ દરમિયાન પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા છેલ્લા 9 મહિનાથી ગુમ થયેલ હિરેનભાઈ પટેલને શોધી કાઢી ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. જે બાદ ભરૂચ એલસીબી પોલીસે તેઓના પરિવારનો સંપર્ક કરી કરતા તેમનો પરિવાર ભરૂચ આવી પહોંચ્યો હતો. આ સાથે જ ગુમ થનાર હિરેનભાઈ પટેલનું તેઓના પરિવાર સાથે ભરૂચ પોલીસે સુખદ મિલન કરાવ્યુ હતું, ત્યારે સરાહનીય કામગીરી બદલ હિરેનભાઈ પટેલના પરિવારજનોએ ભરૂચ પોલીસનો આભાર માન્યો હતો.

Next Story