Connect Gujarat
ભરૂચ

ભરૂચ.આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પ્રતિકાત્મક રીતે ભીખ માંગી નોંધાવ્યો વિરોધ

૬૦ જેટલા લોકોને અચાનક છૂટા કરી દેવાતા કર્મચારીઓની હાલત કફોડી બનતા કર્મચારીઓએ હાથમાં કટોરા લઈ પ્રતિકાત્મક રીતે ભીખ માંગી વિરોધ વ્યક્ત કર્યો હતો

X

ભરૂચના આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા 60 જેટલા કર્મચારીઓને છુટા કરી દેવામાં આવતા તેઓએ પ્રતિકાત્મક રીતે ભીખ માંગી વિરોધ નોધાવ્યો હતો ભરૂચ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ૬૦ જેટલા કર્મચારીઓએ કોરોના જેવી જીવલેણ બીમારી વચ્ચે પણ પોતાના જીવના જોખમે દર્દીઓની સેવા કરી હતી તેમ છતાં હાઉસિંગ એજન્સીઓ દ્વારા છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા ૬૦ જેટલા લોકોને અચાનક છૂટા કરી દેવાતા કર્મચારીઓની હાલત કફોડી બનતા કર્મચારીઓએ હાથમાં કટોરા લઈ પ્રતિકાત્મક રીતે ભીખ માંગી વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેમણે ફરજ પર પરત લેવાની માંગ કરી હતી..

Next Story