ભરૂચ અંકલેશ્વરમાં રમઝાન ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી

આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ અંકલેશ્વરમાં રમઝાન ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી
New Update

આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી

મુસ્લીમોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે. એક માસ સુધી રોઝા રાખી અલ્લાહ ની ઈબાદત કર્યા બાદ આજરોજ ઉત્સાહ સાથે રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના એતિહાસિક ઈદગાહ મેદાન પર કોરોનાકાળ બાદ પ્રથમ વકહત ઈદની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવવામા આવી હતી

તો અંકલેશ્વરના આંબોલી રોડ પર આવેલ ઈદગાહ મેદાન પર પણ ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #Eid #celebration #Muslim #Eid prayers. #Eid Al Fitr
Here are a few more articles:
Read the Next Article