Connect Gujarat
ભરૂચ

રાજ્ય સરકારની પ્રોત્સાહક વળતર યોજનાનો ભરૂચવાસીઓને લાભ લેવા પાલિકાના કારોબારી અધ્યક્ષની અપીલ..

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મુકવામાં આવેલ પ્રોત્સાહક વળતર યોજનાનો ભરૂચવાસીઓ મહત્તમ લાભ લે તેવી અપીલ કરાઇ

X

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વેરા વસૂલી માટે પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મુકવામાં આવી છે, ત્યારે ભરૂચ શહેરની જનતા પણ પ્રોત્સાહક વળતર યોજનાનો લાભ લે તે માટે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ દ્વારા અપીલ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા ચોપડે હજી બાકી 67 હજાર જેટલા મિલકત ધારોકોને રાજ્ય સરકારની યોજના મુજબ વ્યાજ અને દંડ માફી બાદ હવે 5 કરોડથી વધુનો વેરો ભરપાઈ કરવાનો થાય છે.

રાજ્ય સરકાર દ્વારા વેરા વસૂલી માટે પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મુકવામાં આવી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા મુકવામાં આવેલ પ્રોત્સાહક વળતર યોજનાનો ભરૂચવાસીઓ મહત્તમ લાભ લે તેવી અપીલ ભરૂચ નગરપાલિકા કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા દ્વારા અપીલ કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા બાકી વેરા ધારકો માટે પ્રોત્સાહક વળતર યોજના અમલમાં મુકવામાં આવી છે.

જે અંતર્ગત બાકી વેરા ધારકો બાકી વેરો સમય પર ભરપાઈ કરશે તેને દંડ, વ્યાજ, પેનલ્ટી તથા નોટીસ ફી માફ કરવામાં આવશે. એટલું જ નહીં, ભરૂચ શહેરમાં 67 હજાર મિલકત ધારકો નોંધાયેલા છે. આ નાણાકીય વર્ષમાં રૂ. 21 કરોડ 93 લાખનો મિલકત વેરાનો પાલિકાનો લક્ષ્યાંક હતો. જેમાં અત્યાર સુધી રૂ. 14 કરોડ જેવી માતબર રકમ આવી છે. ત્યારે હવે, શહેરીજનો પણ બાકી વેરો વહેલી તકે ભરપાઈ કરી પ્રોત્સાહક વળતર યોજનાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે.

Next Story