મંત્રીમંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકારી નોકરીની ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ અને વધુને વધુ યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક આપવાનો નિર્ણય રાજ્ય મંત્રી મંડળે કર્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સમયગાળા દરમિયાન રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાનુ આયોજન થઈ શક્યું નથી ત્યારે રાજ્યમાં યુવાનોને સરકારી નોકરીઓમાં વધુ તક મળી શકે તે હેતુથી સરકારી નોકરીની ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ આપી વધુને વધુ યુવાનોને સરકારી સેવામાં જોડાવાની તક આપવાનો નિર્ણય રાજ્ય મંત્રી મંડળે કર્યો છે. નવ નિયુક્ત સરકારે આગામી દિવસોમાં રાજ્યમાં વધુ રોજગારી આપવાનો નિર્ણય કર્યો છે. મહત્વનુ છે કે, છેલ્લા અનેક સમયથી અનેક સરકારી નોકરીઓમાં ભરતી ના થતા રાજ્યભરમાં યુવાનોમાં આક્રોશ હતો અને અનેક વખત સરકાર સામે વિરોધ પ્રદર્શન પણ થયા હતા.