“જો તું નહીં આવે, તો હું મરી જઈશ” : કહી અંકલેશ્વરના એક ગામની વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

તાલુકાના એક ગામની વિધવા મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમને અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.

New Update
“જો તું નહીં આવે, તો હું મરી જઈશ” : કહી અંકલેશ્વરના એક ગામની વિધવા મહિલા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામની વિધવા મહિલાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર નરાધમને અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી 27 વર્ષીય વિધવા મહિલાને ગામનો જ વિમલ નાનું વસાવાએ ફોન કરી વારંવાર પરેશાન કરી સંબંધ રાખવા જણાવતો હતો. “જો તું નહીં આવે, તો હું મરી જઈશ” તેમ કહેતા વિધવા મહિલા તેની પાસે જતાં તેણે મહિલાને “તું સંબંધ નહીં રાખે, તો તારા બાળકોને મારી નાખીશ” તેવી ધમકી આપી વિધવા મહિલાને ગત તારીખ 27-2-2024ના રોજ રાતે અઢી કલાકે હાઇવે ઉપર લઈ ગયો હતો, જ્યાંથી બસમાં બેસાડી સુરત ખાતે લઈ જઈ ત્યાં અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ વિમલ વસાવાના ભાઈ સાથે મહિલાને તેના ગામમાં પરત લાવી તેને સાથે નહીં રાખવાનું કહેતા મહિલાએ અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ મથકે 376 હેઠળની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી નરાધમ વિમલ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories