અંકલેશ્વર તાલુકાના 2 અલગ અલગ ગામમાં તસ્કરોનો તરખાટ, ડોલર અને સોના-ચાંદીના ઘરેણાંની ચોરી થતાં પોલીસ તપાસ શરૂ...

2 અલગ અલગ ગામોમાં તસ્કરોએ 2 મકાનોને નિશાન બનાવી ડોલર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 76 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વર તાલુકાના 2 અલગ અલગ ગામમાં તસ્કરોનો તરખાટ, ડોલર અને સોના-ચાંદીના ઘરેણાંની ચોરી થતાં પોલીસ તપાસ શરૂ...
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના 2 અલગ અલગ ગામોમાં તસ્કરોએ 2 મકાનોને નિશાન બનાવી ડોલર અને સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 76 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

અંકલેશ્વર તાલુકાનાં તસ્કરો બેફામ બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તસ્કરોએ અંકલેશ્વરના ભડકોદરા ગામની આદિત્ય નગરમાં આવેલ પારૂલ વિજય રજનીકાંત અમિનને ગત તારીખ 16મી ઓગષ્ટથી મકાન માલિક દંપતી મહારાષ્ટ્રના પૂના ખાતે રહેતા પુત્રના ઘરે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનની લોખંડની ગ્રીલના દરવાજાને થોડી અંદર પ્રવેશ કર્યો હતો, અને મકાનમાં રહેલ ચાંદીના ઘરેણાં અને ઓસ્ટ્રેલિયન અને અમેરિકનના 50 ડોલર મળી કુલ 56 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો બીજી તરફ, અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામના સ્કૂલ ફળિયામાં રહેતા જોશના મનોજકુમાર નથુની ચૌહાણ ગત ગુરુવારના રોજ પાનોલી જીઆઈડીસીની જે.બી.મોદી કંપનીમાં ફસ્ટ શિફ્ટમાં નોકરી ઉપર ગયા હતા, અને તેઓના પતિ ઘરે હતા, તે દરમિયાન જોશનાબેન પતિને લેવા કંપની પર ગયા હતા, તે દરમિયાન તસ્કરોએ મકાનના પાછળના દરવાજાની કુંડીને ખોલી અંદર પ્રવેશ કર્યો હતો, અને સોનાની 15 હજારની બુટ્ટીની જોડીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, ત્યારે હાલ તો બન્ને ચોરીની ઘટના અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Ankleshwar #Theft #gold #Stole #Ankleshwar GIDC #rupees #Dollers
Here are a few more articles:
Read the Next Article