Connect Gujarat
ભરૂચ

ભરૂચ સહિત રાજ્યના વિવિધ જીલ્લામાં નિર્માણ પામેલ ઑક્સીજન પ્લાન્ટનું સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

પી.એમ.કેર ફંડમાંથી ઑક્સીજન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે ઑક્સીજન પ્લાન્ટનું સી.એમ.ભુપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું

X

ભરૂચ સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યના વિવિધ જીલ્લામાં નિર્માણ પામેલ ઑક્સીજન પ્લાન્ટનું સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પી.એમ.કેર ફંડમાંથી સમગ્ર દેશ સહિત ગુજરાતના વિવિધ જીલ્લામાં ઑક્સીજન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે

કોરોનાની બીજી લહેર સમયે પ્રાણવાયુ ઑક્સીજનની અછત સર્જાઈ હતી જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ જિલ્લાઓમાં પી.એમ.કેર ફંડમાંથી ઑક્સીજન પ્લાન્ટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.80 લાખના ખર્ચે ઑક્સીજન પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ સી.એમ.ભુપેન્દ્ર પટેલે રીબીન કટિંગ અને તકતી અનાવરણ દ્વારા લોકાર્પણ કર્યું હતું. આ બાદ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ,સાંસદ મનસુખ વસાવા,ભરૂચના ધારાસભ્ય અને વિધાન સભામાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ,ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,અરુણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,કલેક્ટર યોગેશ ચૌધરી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરાખંડના ઋષિકેશ ખાતેથી પી.એમ.મોદીએ દેશના વિવિધ જીલ્લામાં નિર્માણ પામેલ ઑક્સીજન પ્લાન્ટનું ઇ લોકાર્પણ કર્યું હતું

જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે કોરોના વોરિયર્સનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સી.એમ.ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે કોરોના કાળમાં ઉત્તમ કામગીરી કરી છે જેને આગળ ધપાવવાની છે. તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે અમારું મંત્રી મંડળ નવું છે પરંતુ લાફો મારવાના સ્થાને અમને શીખ આપજો અમે ચોક્કસ સફળ થઈશું.

Next Story