ભરૂચ : ઝઘડીયાના આંબા ખાડી નજીક ધોધમાં ન્હાવા પડેલા 2 મિત્રોનું ડૂબી જતાં મોત...

મૃતક યુવાનોના પરિવારજનો સ્થળ પર પહોચતા હૈયાફાટ રુદન સાથે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

New Update
ભરૂચ : ઝઘડીયાના આંબા ખાડી નજીક ધોધમાં ન્હાવા પડેલા 2 મિત્રોનું ડૂબી જતાં મોત...

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના આંબા ખાડી નજીકના ધોધમાં ન્હાવા પડેલા 2 યુવાનોનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી 3 મિત્રો ઝઘડીયા તાલુકાના આંબા ખાડી નજીકના ધોધ ખાતે ફરવા માટે ગયા હતા, જ્યાં ધોધમાં ન્હાવા 2 યુવાનો અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હત, જ્યારે અન્ય એક મિત્રએ બૂમાબૂમ કરતાં આસપાસ રહેલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જેમાં સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ પાણીમાં ડૂબી ગયેલ યુવાનોની શોધખોળ કરવામાં આવતા બન્ને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. તો બીજી તરફ, મૃતક યુવાનોના પરિવારજનો સ્થળ પર પહોચતા હૈયાફાટ રુદન સાથે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ થતાં જ રાજપારડી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરતા આ યુવાન જુગલ પટેલ અને નિરવ ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ બન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અવિધા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Latest Stories