જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં : ભરૂચના જંબુસર-આમોદની વિધાનસભા સંકલન બેઠકમાં ચૈતર વસાવાનો હુંકાર

જંબુસર-આમોદ આમ આદમી પાર્ટીની નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન બેઠક યોજાય હતી.

New Update
જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં : ભરૂચના જંબુસર-આમોદની વિધાનસભા સંકલન બેઠકમાં ચૈતર વસાવાનો હુંકાર

ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ આમ આદમી પાર્ટીની નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન બેઠક યોજાય હતી.

ભરૂચ લોકસભાની જંબુસર-આમોદ વિધાનસભામાં આમ આદમી પાર્ટીની વિધાનસભા સંકલન બેઠકનું આયોજન ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. સભાને સંબોધતા ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની આગવી છટામાં ફિલ્મી ડાયલોગ સાથે હુંકાર કરતા કહ્યું હતું કે, “ક્યાં લગતા થા નહીં લોટેગે, જબ તક તોડેંગે નહીં, તબ તક છોડેંગે નહીં...” સરકારને હુંકાર કરતા તેઓએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભાની બેઠક 50 હજારની લીડથી જીતવાની છે. આ સાથે જ સંગઠનને કેવી રીતે વધુ મજબૂત કરવું તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર બેઠક દરમ્યાન ભરૂચ જીલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનો તથા જંબુસર-આમોદ વિધાનસભાની ટીમ સહિત મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.