Connect Gujarat
ભરૂચ

નર્મદા : જુઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓની સુવિધામાં કેવો કરાયો વધારો..!

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓને રસ્તામાં કંટાળો ન આવે તે માટે હવે વડોદરા અને અમદાવાદની જેમ કેવડિયામાં પણ FM રેડિયોની સુવિધા ઊભી કરવામાં આવી છે.

X

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓને રસ્તામાં કંટાળો ન આવે તે માટે હવે વડોદરા અને અમદાવાદની જેમ કેવડિયામાં પણ FM રેડિયોની સુવિધા ઊભી કરવામાં આવી છે. માત્ર કાર કે, મોબાઈલમાં FM ઓન કરી 90 ફ્રિક્વન્સી નાખો એટલે, ગીત-સંગીત સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશેષ માહિતી પણ પ્રવાસીઓને સાંભળવા મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કેવડિયામાં રેડિયો યુનિટી 90 FMનું સોફ્ટ લોંચિંગ કરવામાં આવ્યું છે. જેમાં રેડિયો જોકી તરીકે સ્થાનિક આદિવાસી યુવક અને યુવતીઓને કામ કરવાની તક આપવામાં આવી છે.

આ અંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તા મંડળનાં ચેરમેન અને ઉદ્યોગ, ખાણ અને ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ અને વહીવટી સંચાલક ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, રેડિયો યુનિટી એ વાતનું પ્રતિક છે કે, આદિવાસીઓમાં અસિમિત શક્તિ છે, જે અંગે વડાપ્રધાનને વિશ્વાસ છે. કેવડિયાના ગાઇડ દ્વારા કાશી જઇને સંસ્કૃત ભાષા બોલવાની તાલીમ લેવામાં આવી છે, જેથી અહી ફરવા આવતા પ્રવાસીઓને સંસ્કૃત ભાષામાં ઉચ્ચારણ કરી માહિતી પણ આપવામાં આવી રહી છે, ત્યારે હવે અહી FM રેડિયો મારફતે માત્ર હિન્દી નહિ, પરંતુ સંસ્કૃત ભાષામાં પણ પ્રવાસીઓને જાણકારી આપવામાં આવશે તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

Next Story
Share it