ભરૂચમાં જીલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની તાલુકા કોર્ટમાં આજરોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,નવી દીલ્હીના આદેશ અનુસાર અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે ભરુચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ચેરમેન અને ભરૂચનાં જિલ્લા મુખ્ય ન્યાયાધિશ પી.એસ.બ્રહમભટ્ટ માર્ગદર્શન હેઠળ તેમજ એમ. બી. ઘાસુરા, રોકેટી, જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સંચાલન હેઠળભરૂચ સહિત જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન ક૨વામાં આવ્યું હતું.જિલ્લા ન્યાયાલય સંકુલ, ભરૂચ ખાતે યોજાયેલ આ લોક અદાલતનું જિલ્લા ન્યાયાલયમાં નામદાર ભરૂચ મુખ્ય જિલ્લા ન્યાયાધિશ પ્રશાંત બ્રહ્મભટ્ટના વ૨દ હસ્તે દિપ પ્રાગટય કરી સદર લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી.
આ પ્રસંગે ભરૂચ મુખ્ય મથકના તમામ ન્યાયીક અધિકારીઓ, સ૨કારી વકીલઓ સહિત ભરૂચ વકીલ બા૨નાં હોદ્દેદારો સહિત વકીલઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નેશનલ લોક અદાલતમાં સહિત કુલ.૧૧,૦૦૦ કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા