/connect-gujarat/media/post_banners/ffb533347f9e412c91d930ae4a8147d57d05d261f2e33cf1aa1997c8100a82d0.jpg)
ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસીએશનમાં વર્ષ 2022-23 માટે નવા પ્રમુખ સહિતના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.
ભરૂચ શહેરની જે.પી.કોલજના અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ ઇન્ડિયન મેડિકલ એઓસીએશનના વર્ષ 2022-23ના નવા પ્રમુખ તરીકે ડો. પલક કાપડિયા અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં IMAના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. વૈશાલી કોરડે નાયકે તમામ નવા સભ્યોને શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ સાથે જ સેક્રેટરી તરીકે ડો. પ્રગતિ બારોટ, જોઈન્ટ સેક્રેટરી ડો. વિક્રમ પ્રેમકુમાર અને ટ્રેઝર તરીકે ડો. આઈ.એ.ખાનની વરણી કરાય હતી. આ પ્રસંગે વિતેલા વર્ષના પ્રમુખ ડો. કીર્તિરાજ ગોહિલ અને તેમની ટીમે નવા પ્રમુખ સહિત સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.