ભરૂચ જીલ્લાના નવનિયુક્ત એસપી. ડૉ. લીના પાટીલે ભરૂચ જીલ્લાને ક્રાઈમ મુક્ત કરવા માટે ભરૂચ શહેરને અન્ય જિલ્લા સાથે જોડતા માર્ગ પર 4 ચેક પોસ્ટ ઉભી કરી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે.
ભરૂચ જીલ્લાના ઈતિહાસમાં ઘણા એસપી. અને આઈ.એ.એસ. અધિકારીઓ ફરજ નિભાવી ગયા હશે. પરંતુ ભરૂચ જીલ્લાને ક્રાઈમ મુક્ત કેવી રીતે કરવો તે અંગે કોઈ અધિકારીએ વિચાર્યું નહીં હોય, પરંતુ ભરૂચ જીલ્લામાં નવનિયુક્ત એસપી. ડૉ. લીના પાટીલે ભરૂચ જીલ્લાના પોલીસ મથકોમાં કેટલાય જવાનોની બદલી કરવા સાથે જીલ્લાને ક્રાઈમ મુક્ત કરવા માટે ત્યાગ મેળવી ભરૂચ-સુરતને જોડતી 4 બોર્ડરો પર તાત્કાલિક ચેક પોસ્ટ ઉભી કરી ભરૂચ જીલ્લાને ક્રાઈમ મુક્ત કરવાના પ્રયાસો જીલ્લા પોલીસવડા કરી રહ્યા છે. ભરૂચ જીલ્લામાં દારૂ ક્યાંથી આવે છે.
તે દિશામાં તપાસ કરતા દમણ અને ગોવા તથા મહારાષ્ટ્ર તરફથી દારૂનો જથ્થો બુટલેગરો ભરૂચમાં ઘુસાડી રહ્યા હોય, જેના કારણે ભરૂચ જીલ્લાને દારૂ મુક્ત સાથે ક્રાઈમ મુક્ત કરવા ભરૂચ જીલ્લાના નવનિયુક્ત એસપી. ડૉ. લીના પાટીલે સુરત પોલીસ સાથે સંકલનમાં રહી ભરૂચ જીલ્લા અને સુરતને જોડતી બોર્ડરો જેવી કે, હાંસોટ અને કિમ પોલીસ સ્ટેશન વચ્ચે આવેલ સાહોલ અને વડોલી વચ્ચે તેમજ અંકલેશ્વર રૂરલ અને માંગરોળને જોડતી પાનોલી અને હથુરણ વચ્ચે તથા વાલિયા અને માંગરોળ-પાતાલથી વાંકલ અને વાલિયાથી ઉમરપાડા વચ્ચે કવચીયા અને વાવડી વચ્ચે 4 ચેક પોસ્ટ વચ્ચે તાત્કાલિક કાર્યરત કરી છે. સાથે જ આ ચેક પોસ્ટ ઉપર બન્ને જીલ્લાના પોલીસ જવાનો તહેનાત કરી દેવાયા છે. જેથી કહી શકાય કે, ભરૂચ જીલ્લામાં ગુનાહિત સામગ્રીઓ લઈને ઘુસતા પહેલા ગુનેગારો પણ ધ્રુજી ઉઠશે તે નક્કી છે.