Connect Gujarat
ભરૂચ

વિજયાદશમી નિમિત્તે ભરૂચના વિવિધ પોલીસ મથકે શસ્ત્ર પૂજન, અંકલેશ્વર અને જંબુસર પોલીસે કરી શસ્ત્ર પૂજા.

શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે

X

વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરવાનો અનેરો મહિમા

ભરૂચ પોલીસ પરિવાર દ્વારા વિધિવત શસ્ત્ર પૂજન કરાયું

અંકલેશ્વર અને જંબુસર પોલીસ મથકે શસ્ત્ર પૂજા યોજાય

વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કરવાનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા વિધિવત રીતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અંકલેશ્વર અને જંબુસર પોલીસ મથક ખાતે પણ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં શસ્ત્ર પૂજા યોજાય હતી.

એક માન્યતા છે કે, શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના વિવિધ પોલીસ મથકોમાં આજે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્રોની પુજા કરવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારી સહિત પોલીસ કર્મચારીઓએ શસ્ત્રોની પુજા કરી હતી. અંકલેશ્વર તાલુકામાં શહેર એ’ ડિવિઝન પોલીસ મથક, રૂરલ પોલીસ ચોકી, જીઆઇડીસી પોલીસ ચોકીમાં ફરજ બજવતા અધિકારીઓ દ્વારા વિધિ-વિધાન પ્રમાણે શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી.

તો બીજી તરફ, વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત જંબુસર પોલીસ મથક ખાતે શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં DYSP પી.એલ.ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.રબારીના હસ્તે શસ્ત્ર પુજા કરી તાલુકાવાસીઓને દશેરા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સનાતન પરંપરામાં વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો મહિમા છે, ત્યારે આજે દશેરા નિમિત્તે પોલીસ વિભાગે પણ શસ્ત્ર પૂજન વિધિનો લ્હાવો લીધો હતો.

Next Story