Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વરમાં ફરી એકવાર આગનું તાંડવ, અર્થવ એન્ટરપ્રાઈઝમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અર્થવ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી

X

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અર્થવ એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી

અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું. જીઆઇડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીકની અથર્વ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો જોકે આગ વિકરાળ હોય આસપાસની કંપનીના તેમજ નગરપાલિકાના ફાયર ટેન્ડરોને પણ કામે લગાવવાની ફરજ પડી હતી.15 જેટલા ફાયર ફાઈટરો બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. કંપનીમાં સોલ્વન્ટ ડેસ્ટિનેશનમાં ધડાકાભેર આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે

Next Story