અંકલેશ્વર-પાનોલી અને સુરત ગ્રામ્યના રોડ પર બનતી લૂંટની ઘટનામાં પોલીસે રાજસ્થાની કરંજ ગેંગના 4 શખ્સોની ધરપકડ કરી...

પાનોલી સહિત સુરત ગ્રામ્ય વિસ્તારમાં રોડ પર છેલ્લા ઘણા દિવસથી બનતી લૂંટની ઘટનામાં ભરૂચ LCB પોલીસ અને અંકલેશ્વર પોલીસે કરંજ ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી છે

New Update
અંકલેશ્વર-પાનોલી અને સુરત ગ્રામ્યના રોડ પર બનતી લૂંટની ઘટનામાં પોલીસે રાજસ્થાની કરંજ ગેંગના 4 શખ્સોની ધરપકડ કરી...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, પાનોલી સહિત સુરત ગ્રામ્ય વિસ્તારમાં રોડ પર છેલ્લા ઘણા દિવસથી બનતી લૂંટની ઘટનામાં ભરૂચ LCB પોલીસ અને અંકલેશ્વર પોલીસે કરંજ ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ (વડોદરા) તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તરફથી મળેલી સૂચના અને માર્ગદર્શન મુજબ ભરૂચ જિલ્લામાં બનતા મહત્વના ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં ભરૂચ જિલ્લા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. ધાડ અને લૂંટના ગુન્હાને નિયંત્રણ લાવવાના ઉદ્દેશ્યથી જિલ્લાભરની પોલીસને અસરકારક પેટ્રોલિંગ રાખવા તથા વણશોધાયેલા લૂંટ-ધાડના ગુન્હાઓ શોધી કાઢવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ મથક વિસ્તાર સહિત પાનોલી નજીક નેશનલ હાઇવે તેમજ સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી લૂંટ સહિત ધાડના કેટલાક બનાવો પોલીસના ચોપડે નોંધાયા હતા. જેમાં રોડ પર લોકો પાસેથી લૂંટ ચલાવતી કરંજ ગેંગના 4 શખ્સોને પોલીસે દબોચી લીધા છે. ભરૂચ LCB પોલીસ અને અંકલેશ્વર પોલીસની સંયુક્ત કામગીરીથી મૂળ રાજસ્થાન અને હાલ સુરત-માંગરોળના રહેવાસી પપ્પુ કાલું શેરું કંજર, સતુ રતન મસિરિયા કંજર, હીરૂ સન્નુ શેતાનિયા કંજર અને પ્રકાશ છોટુ રોરુ કંજરની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ, અન્ય ફરાર આરોપી રામલાલ રાજેશ શેતાનિયા કંજરને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ આરોપીઓ સુરત-અંકલેશ્વર રોડ પર યેનકેન પ્રકારે ટ્રક થોભાવી ડ્રાઈવર-ક્લીનર સહિતના લોકોને અવાવરુ જગ્યાએ લઈ જઈ હાથ-પગ બાંધી તેમના પાસે રહેલ મોબાઈલ સહિત રોકડની લૂંટ ચલાવતા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અંકલેશ્વરના ખરોડ નજીક પણ ટ્રક ચાલકને આંતરી રૂ. 14 હજારથી વધુના મત્તાની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા, ત્યારે સતત બનતા ધાડ સહિત લૂંટના બનાવને અંકુશમાં લેવામાં ભરૂચ જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે.

Latest Stories