પોસ્ટ વિભાગે બનાવ્યા રક્ષાબંધન નિમિતે પ્રસંગને અનુરૂપ ખાસ રાખી કવર, જુઓ આ કવરની શું છે વિશેષતા..

આ વર્ષે સરકાર દ્વારા પોસ્ટ વિભાગ દ્વારા રાખડીના સુંદર ચિત્ર વાળા પ્રસંગને અનુપ સ્પેશ્યલ રાખી કવર બહાર પાડવામાં આવેલ છે.

પોસ્ટ વિભાગે બનાવ્યા રક્ષાબંધન નિમિતે પ્રસંગને અનુરૂપ ખાસ રાખી કવર, જુઓ આ કવરની શું છે વિશેષતા..
New Update

આ વર્ષે સરકાર દ્વારા પોસ્ટ વિભાગ દ્વારા રાખડીના સુંદર ચિત્ર વાળા પ્રસંગને અનુપ સ્પેશ્યલ રાખી કવર બહાર પાડવામાં આવેલ છે. ભરૂચ પોસ્ટ ઓફિસમાં પણ રાખડીના કવરની સુવિધા કરવામાં આવી છે.

આગામી 11 ઓગસ્ટનાં રોજ રક્ષાબંધનનો પર્વ છે ત્યારે દરેક બહેનો પોતાના વીર માટે અવનવી રાખડીઓ લેવા ઉત્સુક હોય છે. ત્યારે બહાર ગામ વસતા ભાઇઓને સમયસર રાખડી મળશે કે નહીં તેની બહેનોને હંમેશા ચિંતા રહેતી હોય છે. ત્યારે આ વર્ષ બહેનોની ચિંતા દૂર કરવા અને રાખડીઓ સમયસર પહોંચાડવા ભારતીય ટપાલ વિભાગે કેટલાક નવા આયોજનો કર્યા છે. જેનાથી બહેનોની રાખીના કવર ફાટયા વગર પલવ્યા વગર સુરક્ષિત સમયસર પહોંચી જશે.પોસ્ટ વિભાગ દ્વારા રાખડીના સુંદર ચિત્ર વાળા પ્રસંગને અનુપ સ્પેશ્યલ રાખી કવર બહાર પાડવામાં આવેલા છે.તે અનુસંધાને બહેનોને ખાસ અપીલ કરાઈ છે કે તેઓ બહારગામ વસતા ભાઈઓને રાખડી વહેલાસર પોસ્ટ કરી દે, જેથી પોસ્ટ ખાતા દ્વારા રાખડીને સમયસર પહોંચાડી શકાય. આપની અમૂલ્ય રાખડી પોસ્ટ વિભાગની સુપરફાસ્ટ અને વ્યાજબી સ્પીડ પોસ્ટ સર્વીસ દ્વારા પણ મોકલી શકાશે.પોસ્ટ ખાતા દ્વારા રાખી મેઈલને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. અને તહેવારના દિવસ સુધીમાં ભાઈઓ ને રાખડી અવશ્ય પહોંચી જાય તેની વ્યવસ્થા કરવામાં આવે છે.. રાખડીના સ્પેશ્યલ કવર કોઈપણ પોસ્ટ ઓફીસમાંથી મેળવી શકાશે તેમ ભરૂચ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટ આર.બી.ઠાકોર એક યાદીમાં જણાવ્યું હતું.

#Bharuch #Gujarat #India #Connect Gujarat #occasion #post office #Rakshabandhan #bbeyondjustnews #Post Card #Rakhi cover
Here are a few more articles:
Read the Next Article