Connect Gujarat
ભરૂચ

હોલિકા દહનની તૈયારી પૂર્ણ : ભરૂચમાં હોલિકા દહનની ઠેર-ઠેર તૈયારી, સાંજે શુભ મુહૂર્તમાં પ્રગટાવાશે હોળી...

ફાગણ મહિનાના પૂર્ણિમાના દિવસે હોળી સળગાવવાની આદિકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ દેશભરમાં અંકબંધ રહી છે.

હોલિકા દહનની તૈયારી પૂર્ણ : ભરૂચમાં હોલિકા દહનની ઠેર-ઠેર તૈયારી, સાંજે શુભ મુહૂર્તમાં પ્રગટાવાશે હોળી...
X

ભરૂચ શહેર તથા જિલ્લામાં ઠેર ઠેર હોલિકા દહનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સંધ્યા સમયે શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવી પુજા-અર્ચના કરવમાં આવશે.

ફાગણ મહિનાના પૂર્ણિમાના દિવસે હોળી સળગાવવાની આદિકાળથી ચાલી આવતી પરંપરા આજે પણ દેશભરમાં અંકબંધ રહી છે, ત્યારે આજરોજ ભરૂચની બુસા સોસાયટી સહિત શહેર તથા જિલ્લાભરમાં ઠેર ઠેર હોલિકા દહનની તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યાં સંધ્યા સમયે લોકો શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવી પુજા-અર્ચના કરશે. જોકે, આ વર્ષે શહેરના વિવિધ વિસ્તારોમાં લાકડાં અને ગાયના છાણમાંથી બનાવવામાં આવેલી સ્ટીકનો ઉપયોગ કરી હોલિકા તૈયાર કરવામાં આવી છે. જેને સાંજના સમયે મુહૂર્ત જોઈ પ્રગટાવાશે. ઠેર-ઠેર હોલિકા દહનની તૈયારી સાથે ભરૂચમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે, ત્યારે આવતી કાલે રંગોના પર્વ ધૂળેટીને ઉજવવા માટે બાળકો અને યુવાવર્ગ સહિત મહિલાઓ તેમજ મોટેરાઓમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે.

Next Story