ભરૂચ અને અંકલેશ્વર પંથકમાં ભર બપોરે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વરસાદી માહોલ ફરી જામ્યો છે. છેલ્લા બે દિવસના વિરામ બાદ વરસાદે ફરી એન્ટ્રી કરતા ઠંડક પ્રસરી છે. ભરૂચ શહેરમાં કલેક્ટર કચેરી, ઝાડેશ્વર, સ્ટેશન રોડ, પંચબત્તી સહિતના આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો,
જ્યારે અંકલેશ્વરની વાત કરવામાં આવે તો વહેલી સવારે સૂર્યનારાયણને દર્શન આપયા બાદ બરપોરના સમયે ફરીથી ભારે પવન સાથે મેઘરાજા માનમૂકીને વરસ્યા હતા. અંકલેશ્વરના વાલિયા ચોકડી, કાપોદ્રા પાટીયા, જીઆઈડીસી વિસ્તાર સહિત શહેર અને આસપાસના ગામોમાં વરસાદી માહોલ જામાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો સાથે જ ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે.