મીની શિરડી તરીકે ઓળખાતું અંકલેશ્વરના પંચાતી બજારનું સાંઈ મંદીર, ભક્તોમાં બન્યું આસ્થાનું કેન્દ્ર...

ભરૂચ જિલ્લાના અંકેલશ્વર શહેરના પંચાતી બજાર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિરને મીની સાંઈ મંદિર એટલે કે, શ્રી દ્વારકા માઈ સાંઈ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

New Update
મીની શિરડી તરીકે ઓળખાતું અંકલેશ્વરના પંચાતી બજારનું સાંઈ મંદીર, ભક્તોમાં બન્યું આસ્થાનું કેન્દ્ર...

ભરૂચ જિલ્લાના અંકેલશ્વર શહેરના પંચાતી બજાર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિરને મીની સાંઈ મંદિર એટલે કે, શ્રી દ્વારકા માઈ સાંઈ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અહી ભક્તોની મનોકામના પૂર્ણ થઈ હોવાની પણ માન્યતા રહેલી છે, ત્યારે છેલ્લા 16 વર્ષથી જરૂરિયાતમંદોને સાંઈ મંદિરે વિનામુલ્યે આરોગ્યલક્ષી સેવા આપવામાં આવે છે.

અંકલેશ્વરના પંચાતી બજાર વિસ્તારમાં સાંઈ મંદિર આવેલુ છે. વર્ષ 1977માં નારાયણ ડેરાની સામે મંદિર બનાવવામાં આવ્યુ હતુ. જોકે, વર્ષ 2009માં તેનું રીનોવેશન કરીને પંચાતી બજાર વિસ્તારમાં બનાવવામાં આવ્યુ છે. મંદિરના ટ્રસ્ટીઓનો મુખ્ય ઉદેશ્ય ભોજન કક્ષ કરવાનો છે. જોકે હાલ દાન ન મળતુ હોવાથી તે બંધ કરવામાં આવ્યુ છે. આ સાથે જ અહી જરૂરિયાતમંદોને આરોગ્યલક્ષી સેવા વિનામુલ્યે આપવામાં આવે છે. છેલ્લા 16 વરસથી મંદિરમાં દવાખાનું ચલાવવામાં આવે છે. તેમાં અવિરત સેવાઓ વિનામુલ્યે આપવામાં આવે છે.

જોકે, અહી સાંઈ બાબાની મૂર્તિ અને શિરડીના સાંઈ બાબાની મૂર્તિ એક જ કલાકારે બનાવી હોવાથી આ મંદિર ભક્તોમાં અનેરી આસ્થાનું કેન્દ્ર બન્યુ છે. આ મંદિરને મીની સાંઈ મંદિર એટલે કે, શ્રી દ્વારકા માઈ સાંઈ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. તો આ મંદિર મીની શિરડી તરીકે પણ પ્રખ્યાત છે. અહીં આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા રહેલી છે. અંકલેશ્વરના પંચાતી બજાર ખાતે સાંઈ બાબાના મંદિરે દર વર્ષે સાંઇબાબાની પુણ્યતિથિએ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. અંકલેશ્વર સહિત આજુબાજુના વિસ્તારમાંથી દર ગુરુવારે ભક્તોની ભીડ ઉમટી પડે છે. તો અનેક ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા અર્થે પણ અહી અચૂક આવે છે.

Latest Stories