Connect Gujarat
ભરૂચ

દાન-પુણ્યના મહાપર્વ મકરસંક્રાંતિની ઉજવણીને લઇ ભરૂચ પાંજરાપોળ ખાતે વિશેષ વ્યવસ્થાઓ કરાય...

દાન-પુણ્ય કરવા માટેના મહાપર્વ એવા મકરસંક્રાંતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે. સમગ્ર ભારતના લોકો મકરસંક્રાંતિના દિવસે લોકો દાન કરતાં હોય છે

X

દાન-પુણ્ય કરવા માટેના મહાપર્વ એવા મકરસંક્રાંતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે. સમગ્ર ભારતના લોકો મકરસંક્રાંતિના દિવસે લોકો દાન કરતાં હોય છે, ત્યારે ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પાંજરાપોળ ખાતે આવતા લોકો માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

મકરસંક્રાતિ મહાપર્વના રોજ દાન-પુણ્યનું વિશેષ મહત્વ રહ્યું છે. ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી વચ્ચે લોકો તલના લાડવામાં પૈસો મૂકીને ગુપ્તદાન પણ કરતાં હોય છે. સાથે જ ઘણા લોકો ગાયોને ઘાસચારો નાખે છે. સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ શહેરવાસીઓ માટે શક્તિનાથ વિસ્તારમાં આવેલ જે.બી.મોદી પાર્ક નજીક પાંજરાપોળ ખાતે લોકો ગાયની પૂજા તેમજ ઘાસ ખવડાવવા માટે ઉમટી પડશે. સાથે ગાયને ઘૂઘરી ખવડાવશે, ત્યારે પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાના જણાવ્યા અનુસાર, ગૌ ભક્તોને કોઈ અગવડ ન પડે અને સુગમતાથી ગૌ પૂજા કરી શકે તે માટે પાંજરાપોળ ખાતે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેમાં ગાયને ખવડાવવા લીલું ઘાસ અહી આવતા લોકોને સ્થળ પર જ હાજર મળશે. આ સ્તહે જ ગાયની પૂજા માટે ગૌપૂજારી પણ દિવસ દરમ્યાન હાજર રહેશે. વધુમાં શહેરની જનતાને અપીલ કરતા જણાવાયું છે કે, ગાયને વધુ પડતી ઘુઘરી ખવડાવવાથી બીમાર પડી શકે છે. તેથી ગાયને મકરસ્ક્રાતિના દિવસે વધુ ઘૂઘરી ન ખવડાવતા ફક્ત પ્રતિકાત્મક રૂપે ઘુઘરી ખવડાવવા પાંજરાપોળ ટ્રસ્ટ વતી અપીલ કરવામાં આવી છે.

Next Story