ભરૂચ : જંબુસર એસટી ડેપોમાં બસનું ટાયર ફરી વળતાં પગમાં ગંભીર ઇજા પામેલ વિદ્યાર્થીને સારવાર હેઠળ ખસેડાયો...

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપો ખાતે વિદ્યાર્થીના પગ પરથી એસટી બસનું ટાયર ફરી વળતાં ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

New Update

ભરૂચના જંબુસર નગરમાં એસટી વિભાગમાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો સામે આવે છે. તો કેટલાક વિદ્યાર્થીઓ પણ પોતાના જીવના જોખમે એસટી બસમાં મુસાફરી કરી રહ્યા છે. વારંવાર થતાં અકસ્માતોના બનાવોને જોતાં વિદ્યાર્થી કે, તેમના વાલીઓમાં જાગૃતતા જોવા મળતી નથી, ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ જંબુસર એસટી ડેપો ખાતે બન્યો હતો. જંબુસરની એચ.એસ.શાહ હાઇસ્કુલમાં ધોરણ-10માં અભ્યાસ કરતો કાવલી ગામનો વિદ્યાર્થી અજીત મકવાણાના ડાબા પગ પરથી બસનું ટાયર ફળી વળ્યું હતું. બનાવના પગલે વિદ્યાર્થીને પગમાં ગંભીર ઈજા થવા પામી હતી. જેથી અન્ય વિદ્યાર્થીઓએ ઇજાગ્રસ્ત અજીત મકવાણાને પ્રાથમિક સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.

દિન પ્રતિદિન વિદ્યાર્થીઓ સાથે એસટી બસની મુસાફરી દરમિયાન નાની મોટી ઘટના બને છે, ત્યારે એસ.ટી વિભાગે પણ મુસાફર તથા વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ પગલાં લઈ અને સાવચેતી લેવાય તેવી માંગ ઉઠી છે.