/connect-gujarat/media/post_banners/c38c9485c3263b33f015821e81a77bd01eaccec88a42117dd96c7c7d540b2f17.webp)
વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ અને ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં બનતા મિલકત સંબધી ગુનાઓ અટકાવવા તેમજ મિલકત સંબંધી સહિત અન્ય ગુનાઓમાં વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે આપેલ સૂચનાને ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઇ અને બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ વી.કે. ભુતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોક્સોના ગુનામા છેલ્લા ચાર માસથી નાસતો ફરતો આરોપી સગીરા સાથે યુપીમાં ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે અમેઠી જીલ્લામાં વોચ ગોઠવી આરોપીને સગીરા સાથે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.