/connect-gujarat/media/post_banners/4801d6d91dffc39c60cdc7330d6d3991e8348022c2ea77834031d56d25c0056d.webp)
નુરૂ વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહયો છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો
હવામાન વિભાગની આગાહી મુજબ નુરુ વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ સુરત, તાપી, વલસાડ, નવસારી જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. આજે પણ વહેલી સવારથી તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.વાવાઝોડાની અસરના પગલે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહયો છે.ભરૂચ અને અંકલેશ્વરમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળ ડીબાંગ વાદળોની ફૌજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે અને વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળ્યું હતું તો બીજી તરફ ડાંગર સહિતના પાકને નુકશાનની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.