ભરૂચ:ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ત્રણ મોબાઈલ સાથે 4 આરોપીની કરી ધરપકડ,અંકલેશ્વરની પ્રકટ રેસીડેન્સીમાં થયેલ ચોરીનો ભેદ પણ ઉકેલાયો

તારીખ-૧૮મી જુલાઈના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રકટ રેસીડેન્સીના મકાન નંબર-૧૦ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું

New Update

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રકટ રેસીડેન્સીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી એલસીબીએ ચાર ઇસમોને ઝડપી પાડ્યા હતા ગત તારીખ-૧૮મી જુલાઈના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રકટ રેસીડેન્સીના મકાન નંબર-૧૦ને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મોડી રાતે બાજુના મકાનની ગેલેરી વાટે પ્રવેશ કર્યો હતો અને મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલ સોનાના ઘરેણા અને રોકડા ૫ હજાર તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ ૭૭ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે મથકે ગુનો નોંધાયો હતો જે ગુના અંગેની તપાસ એલસીબી પોલીસ મથકના પી.એસ.આઈ.એન.જી.પાંચાણીને સોપાતા તેઓએ મોબાઈલ પોકેટ કોપના આધારે મૂળ દાહોદના અને હાલ રામદેવ ચોકડી સ્થિત નહેર પાસે રહેતો અવિનાશ જાલુંભાઇ બારીયા પાડ્યો હતો જેની પુછપરછ કરતા અન્ય ત્રણ ઈસમો સંડોવાયેલા હોવાની કબુલાત કરતા પોલીસે સિલ્વર પ્લાઝા ઝૂંપડપટ્ટી પાસે રહેતો વિક્કી રમેશ હઠીલા,અર્જુન ઉર્ફે અજજુ શંકર પલાસ, રાહુલ રત્ના ભાભોરને ઝડપી પાડી તેઓ પાસેથી ત્રણ જેટલા મોબાઈલ ફોન મળી કુલ ૨૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories