Connect Gujarat
ભરૂચ

ભરૂચ અને જંબુસરમાં RSS દ્વારા હિન્દુ નવ વર્ષ નિમિત્તે વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી, ઠેર ઠેર પુષ્પવર્ષા કરાય

ભરૂચ અને જંબુસર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર મહિનાની શરૂઆતની સાથે હિન્દુ નવ વર્ષ નિમિત્તે વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી

X

ભરૂચ અને જંબુસર નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર મહિનાની શરૂઆતની સાથે હિન્દુ નવ વર્ષ નિમિત્તે વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી

ભરૂચ શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર મહિનાનીશરૂઆતની સાથે હિન્દુ નવું વર્ષ નિમિત્તે વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરવામાં આછે છે.જેના ભાગરૂપે સ્વંય સેવક સંઘ દ્વારા ચૈત્રસુદ પાંચમ રવિવારના ઝાડેશ્વર ખાતે મધુરમ પાર્ટી પ્લોટ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉત્સવમાં પૂર્ણ ગણવેશ ધારણ કરીને આર.એસ.એસ.ના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.સૌપ્રથમ સરસંઘચાલકને પ્રણામ કર્યા પછી શારીરિક કાર્યક્રમો યોજાયા હતા.આ પ્રસંગે જિલ્લા સંયોજક મહેન્દ્ર પટેલ વડોદરા વિભાગના ગોપાલ રૂણકર સહિતના આગેવાનો અને સ્વંય સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

તો આ તરફ ભરૂચના જંબુસર નગરમાં પણ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદાની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉત્સવમાં સ્વયં સેવકગણ દ્વારા જંબુસર નગરના મુખ્ય માર્ગ પર પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતુંસંચલનની પુર્ણાહુતી જંબુસર નવયુગ હાઈસ્કૂલના મેદાનમાં થઈ હતી

Next Story