Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા નવ દિવસીય તણાવમુક્ત શિબિરનો આજથી પ્રારંભ કરાયો

ભરૂચ શહેરના દરેક વ્યક્તિ તણાવ મુક્ત થાય જે લક્ષને લઇ ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નવ દિવસીય શિબિરનું આયોજન કરાયું છે.

X

ભરૂચ જિલ્લાને તણાવ મુક્ત કરવાના લક્ષ્ય સાથે બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા તણાવમુક્ત શિબિરનો આજથી પ્રારંભ થયો હતો. છેલ્લા બે વર્ષથી કોરોના કાળ દરમિયાન લોકોમાં તણાવનું પ્રમાણ વધી ગયું છે કે લોકો આત્મહત્યા કરવા પણ મજબૂર બની ગયા છે. કોરોના કાર સમય દરમિયાન લોકોના ધંધા રોજગારમાં કાર્યશૈલીમાં અનેક અસરો જોવા મળે છે, ત્યારે યુવા અને બાળકો પણ કોરોના સમય દરમિયાન મોબાઇલ તરફ વળી ગયા છે ત્યારે ઝાડેશ્વર બ્રહ્માકુમારી સેન્ટર દ્વારા ભરૂચ શહેરને તણાવ મુક્ત કરવાની નેમ સાથે એક શિબિરનું આયોજન કરાયું છે.

જે શિબિરનો આજથી પ્રારંભ થયો છે. ભરૂચ શહેરના દરેક વ્યક્તિ તણાવ મુક્ત થાય જે લક્ષને લઇ ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નવ દિવસીય શિબિરનું આયોજન કરાયું છે. જે શિબિરનું રસપાન મધ્યપ્રદેશ ઇન્દોરથી પધારેલ રાજયોગી બ્રહ્માકુમારી પુનમબહેન કરાવી રહ્યા છે. જેવો નાની ઉંમરમાં જ બ્રહ્માકુમારી સેન્ટર પર સમર્પિત સેવાઓ કરી રહ્યા છે. આ પ્રસંગે બ્રહ્માકુમારી સેન્ટરના મુખ્ય ઇન્ચાર્જ પ્રભાદિદિ તથા અનિલાદીદી અને આમંત્રિત મહેમાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શિબિરનો લાભ લીધો હતો. સાથે જ આમંત્રિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું.

Next Story