ભાવનગર-બોટાદ લોકસભા બેઠક પર આજે ઉમેદવારી ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થતા કુલ 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એકપણ ફોર્મ પરત ન ખેંચાયું હતું, જ્યારે ચકાસણી દરમ્યાન 19 પૈકીના 6 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. જેથી ભાજપ, કોંગ્રેસ, અપક્ષ અને અન્ય મળી કુલ 13 ઉમેદવાર હાલ ચૂંટણી મેદાનમાં રહેશે. 31 વર્ષથી ભાજપનો ગઢ રહેલી આ બેઠક પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનનાં ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

ઉમેદવારોનું લિસ્ટ:

1) બીજેપી – નિમુબેન બાંભણીયા

2) આમ આદમી પાર્ટી – ઉમેશ મકવાણા

3) બહુજન સમાજ પાર્ટી – દિનેશ રાઠોડ

4) સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી – અનિલ ચાવડા

5) ગુજરાત સર્વ સમાજ પાર્ટી – ટીડા બોરીચા

6) ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી – પરમાર રાજેશ

7) રાઈટ ટુ રિકોલ પાર્ટી – ભુપત વાળા

8) આપકી આવાઝ પાર્ટી – કલાણીયા સાગર

અન્ય 5 ઉમેદવારો અપક્ષ તરીકે મેદાનમાં…

9) નરેશ રાઠોડ – અપક્ષ

10) બ્રહ્નક્ષત્રિય ભગવતી – અપક્ષ

11) મૂળશંકર ચૌહાણ – અપક્ષ

12) સંજય મકવાણા – અપક્ષ

13) હર્ષ ગોકલાણી – અપક્ષ