-
મહુવા તાલુકાના ગુંદરણી ગામનો બનાવ
-
ડુપ્લીકેટ દારૂની ફેકટરીનો પર્દાફાશ
-
પેરોલ ફર્લો સ્કવોર્ડે ફેક્ટરીનો કર્યો પર્દાફાશ
-
ડિહાઇડ્રેશનના પ્લાન્ટમાં ડુપ્લીકેટ દારૂ બનાવતા હતા
-
પોલીસે છ આરોપીઓની કરી ધરપકડ
ભાવનગર શહેર અને જિલ્લામાં બુટલેગરો તો બેફામ બન્યા છે પરંતુ હવે બુટલેગરોએ ડુપ્લીકેટ દારૂ બનાવીને ભાવનગરના જિલ્લાની પ્રજાના આરોગ્ય સાથે પણ ચેડાં કરી રહ્યા છે. મહુવાના હરિપરા રોડ ઉપર આવેલ ગુંદરણી ગામે ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમતી હોવાની ભાવનગર પેરોલ ફર્લો સ્કવોર્ડને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. છ જેટલા ભેજાબાજોએ ડિહાઇડ્રેશનના પ્લાન્ટમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાનું શરૂ કર્યું હતું.
ફેક્ટરીમાં પાછળના ભાગે આવેલી એક રૂમમાં છ જેટલા શખ્સોએ જુદી જુદી બ્રાન્ડની બોટલો રાખી ડુપ્લીકેટ દારૂ બનાવતા અને વેચાણ કરતા હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે. પોલીસે રેડ પાડી ડુપ્લીકેટ દારૂ બનાવવાનો મુદ્દામાલ, ખાલી બોટલો કબજે કરી, છ આરોપીઓની ધરપકડ કરી છે. મોડી રાત્રે પેરોલ ફર્લો સ્કવોર્ડે કરેલી રેડમાં ભારે ચકચાર મચી હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
