ભાવનગર : દિવસે ફેરિયાના સ્વાંગમાં રેકી કરી રાત્રિના લૂંટ કરતી ટોળકી ઝડપાય

New Update
ભાવનગર : દિવસે ફેરિયાના સ્વાંગમાં રેકી કરી રાત્રિના લૂંટ કરતી ટોળકી ઝડપાય

ભાવનગર એલસીબીએ લૂંટારુ ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ટોળકીના સાગરિતો દિવસ દરમિયાન ફેરીયા બની જે તે વિસ્તારની રેકી કરતાં હતાં અને રાત્રિના સમયે એકલા રહેતાં અને વૃધ્ધ લોકો ના ઘરની દિવાલ તોડી લૂટ કરતાં હતાં.

ભાવનગર શહેર તથા જિલ્લામાં એકલવાયા વૃધ્ધોને લૂંટી લેવાના વધી રહેલા બનાવો રોકવા માટે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ સક્રિય બની હતી. તે દરમિયાન વેળાવદર ગામ પાસેથી પંકજ ઉર્ફે પપ્પુ સોલંકી અને રમેશ ઉર્ફે ઘુઘલો સોલંકી તથા મુન્ના સોલંકીની શંકાના આધારે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેમણે ભદ્વાવળ ગામમાં વૃધ્ધાના ઘરેણાની લૂંટના ગુનાની કબુલાત કરી હતી. ટોળકીના છ થી વધુ સાગરિતો અત્યાર સુધીમાં પોલીસ સકંજામાં આવી ગયાં છે. આરોપીઓ દિવસે , સાવરણી અથવા કોઇપણ વસ્તુ વેચવાના બહાને ગામમાં ફેરી કરતા અને વૃધ્ધ મહિલાઓ તથા પુરૂષોની વિગતો મેળવી રાત્રીના સમયે લૂંટ ચલાવતાં હતાં.

Latest Stories