/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault.jpg)
ભાવનગરમાં પિયરમાં રહેવા આવી ગયેલી પરણિતાના ભાઇની તેના સાસરિયાઓએ કરપીણ હત્યા કરી હોવાનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એસટી ડેપો વિસ્તારમાં એકટીવા પર પસાર થઇ રહેલા યુવાનની માથામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં બે હત્યારોએ ઝડપી પાડયાં છે.
ભાવનગર શહેરના જવેલર્સ સર્કલ પાસે આવેલ ધોબી સોસાયટી માં રહેતા વહાબ શેખની સગી બહેન ઘરેલું ઝઘડો થવાને કારણે પિયર માં રહેતી હતી. જેથી તેના પતિ અને ભાઇ ઓ તેના ભાઈ વહાબ શેખને ઝઘડાને લઈ દાઝ રાખી મોત ને ઘાટ ઉતારી દેવા કાવતરું રચ્યું હતું .તે મુજબ ગઈ રાત્રીએ વહાબ શેખ એક્ટિવા બાઇક પર ચાવડી ગેટ નજીક થી એસ. ટી. બસ સ્ટેન્ડ તરફ પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક પર પાછળથી આવેલા બે યુવાનો એ વહાબ પર ધડાધડ ફાયરિંગ કરી દેતા વહાબ શેખને માથા તથા ગળા ના ભાગે ગોળી વાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું,ફાયરિંગની સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને ગણતરીની કલાકોમાં ફાયરિંગ કરી ને હત્યા ને અંજામ આપનાર બે આરોપીને ઝડપી લીધા છે. આ ઘટનામાં 3 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે . પરંતુ ઘટનામાં વપરાયેલ હથિયાર કોનું છે અને ક્યાંથી આવ્યું તે અંગે પોલીસ તપાસ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક અબ્દુલ વહાબ શેખની બહેન છેલ્લા પાંચ વર્ષથી સાસરી છોડીને પિયરમાં રહી રહી છે. આ બાબતે બંને પરિવારો વચ્ચે ઝગડા થયા કરતાં હતાં અને બહેન પરના રોષનો ભોગ તેનો ભાઇ બન્યો હતો.