-
ભાવનગરમાં પ્રબુદ્ધ સંમેલન યોજાયું
-
વેપારી એસો.અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આયોજન
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
-
સીએમએ રાજ્યના ભાવિ વિકાસનો રોડમેપ રજૂ કર્યો
-
રાજ્યના ભાવિ વિકાસની મહત્વપૂર્ણ દિશા દર્શાવી
ભાવનગર ખાતે આયોજિત ‘પ્રબુદ્ધ સંમેલન‘માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.અને આ કાર્યક્રમમાં રાજ્યના ભાવિ વિકાસની મહત્વપૂર્ણ દિશા તેઓએ દર્શાવવામાં આવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરની મુલાકાત લીધી હતી. બોટાદના કાર્યક્રમ બાદ તેઓ ભાવનગર ખાતે આયોજિત ‘પ્રબુદ્ધ સંમેલન‘માં સહભાગી થયા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ભાવિ વિકાસની મહત્વપૂર્ણ દિશા દર્શાવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન વખતે આવે, ઇલેક્શન વખતે કામ કરે એવું કંઈ છે નહીં, આપણે તો કન્ટીન્યુ કામ કરવાવાળા ભાજપના કાર્યકર છીએ.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જનતાએ સતત ભાજપ પર જે વિશ્વાસ મૂક્યો છે, તેનું પરિણામ આજે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમૃદ્ધિના સ્વરૂપે દેખાઈ રહ્યું છે.
ભાવનગરના વિવિધ વેપારી એસોસિએશનો અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમ યોજાયો હતો. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ અભયકુમાર શાહ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
