ભુજ : ગાંધીજીને જ પ્લાસ્ટિકની ભેટ, ગાંધી પ્રતિમાનો અંગુઠો ખંડિત થતા પ્લાસ્ટિક ટેપથી ચોંટાડ્યો

New Update
ભુજ : ગાંધીજીને જ પ્લાસ્ટિકની ભેટ, ગાંધી પ્રતિમાનો અંગુઠો ખંડિત થતા પ્લાસ્ટિક ટેપથી ચોંટાડ્યો

પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સાથે દેશમાં આજે ગાંધીબાપુની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે. પરંતુ ખેદ સાથે જણાવવુ પડે કે, ભુજ નગરપાલિકાએ જે ગાંધી બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી રંગારંગ કાર્યક્રમ ઉજવ્યો છે, તે બાપુની પ્રતિમા ખંડિત છે અને અંગુઠો પ્લાસ્ટિકથી જોડવામાં આવ્યો છે.

આજે દેશભરમાં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભુજમાં હમીરસર તળાવ પાસે આવેલ ગાંધી બાપુની પ્રતિમા પાસે પણ ભુજ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુકત ભારત થીમ આધારિત કાર્યક્રમ યોજી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ દુઃખ સાથે જણાવવું પડે છે કે, જે સ્થળે મહાત્મા ગાંધીના જન્મ જયંતિની ઉજવણીમાં પ્લાસ્ટિક મુક્ત ભારતની વાતો કરવામાં આવી તે બાપુની પ્રતિમા જ પ્લાસ્ટિકથી ચોંટાવેલી છે. પ્રતિમાનો અંગુઠો ખંડિત થઈ જતા પ્લાસ્ટિક ટેપ મારફતે ચોંટાડવામાં આવ્યો છે, જ્યારે લાકડી પાસે તો અંગુઠો જ ગાયબ છે.

ભુજના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, તેઓ આ બાબતે છેલ્લા ૯ વર્ષથી રજુઆત કરતા આવ્યા છે. ભુજ નગરપાલિકાના ભ્રષ્ટ શાસકો કોઈ કામગીરી કરતા નથી તેમ તેઓએ રોષભેર જણાવ્યું હતું.

Latest Stories