ભુજ : ૧૫ વર્ષથી કાગડાઓને ગાઠીયા ખવડાવતા નિવૃત એસટી કર્મચારી

New Update
ભુજ : ૧૫ વર્ષથી કાગડાઓને ગાઠીયા ખવડાવતા નિવૃત એસટી કર્મચારી

હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે ત્યારે લોકો કાગડાઓને ખીર અને પુરી ખવડાવતા હોય છે પરંતુ ભુજમાં 80 વર્ષની વયના વૃદ્ધે કાગડાઓને પોતાનો પરિવાર બનાવ્યો છે.છેલ્લા પંદર વર્ષથી તેવો દરરોજ કાગડાઓને પોતાના હાથ પર બેસાડીને ગાંઠિયા ખવડાવે છે.

પક્ષીઓમાં ચતુર પક્ષી કોઈ હોય તો તે છે કાગડો.આ પક્ષી કોઈ પર વિશ્વાસ કરતું નથી ને ખાસ કરીને માનવજાત પર..ત્યારે ભુજ ના એક પક્ષી પ્રેમી ડાહ્યાભાઈએ પોતાની નિવૃત્તિ બાદ કાગડાઓને પોતાનો પરિવાર બનાવી લીધો છે.ભુજમાં ખેંગારબાગ પાસે એક બાકડા પર કાગડા દરરોજ સવારે તેમની વાટ જુવે છે. કાકા બાગના પ્રવેશદ્વારમાં પગ મુકે એટલે તરત તમામ કાગડાનું ટોળું નિત્ય ક્રમ અનુસાર નિર્ધારિત બાકડા ઉપર આવીને બેસી જાય છે અને તેઓ બાકડા તરફ પ્રયાણ કરે એ સમય દરમિયાન કાગડાઓનો શોર શરૂ થઇ જાય છે. ડાહ્યાભાઈ બાકડા આસપાસ સફાઈ કરી કાગડાઓ પાસે બેસી તેઓને પોતાના હાથે ગાંઠિયા ખવડાવે ત્યાર પછી કાગડાઓ ત્યાંથી જાય છે.આવું એક બે દિવસથી નહીં પણ છેલ્લા 15 વર્ષથી ચાલ્યું આવે છે. ડાહ્યાભાઈનું કહેવું છે કે પંદર વર્ષ પહેલા તેઓએ એકવાર બિસ્કિટ ખવડાવાથી શરૂઆત કરી હતી.ત્યારબાદ દરરોજ અલગ અલગ ભોજન લાવી કાગડાઓને ખવડાવતા ધીરે ધીરે કાગડાઓને તેઓ પર વિશ્વાસ આવતો ગયો ને આજે તેઓ પોતાના નિર્ધારિત સમયથી મોડા આવે તો કાગડાઓ તેઓના ખભા પર બેસી ચાંચ મારીને પોતાનો પ્રેમ વ્યકત કરે છે.

Latest Stories