/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/maxresdefault-75.jpg)
ભુવનેશ્વરમાં કોલસા ગેસથી ચાલતો ભારતનો આ પહેલો ફર્ટિલાઇઝર પ્લાન્ટ હશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના ભુવનેશ્વરની મુલાકાતે પહોંચ્યા છે. અહીં તેમણે તાલચેર ફર્ટિલાઈઝર પ્લાન્ટનાં પુનરોદ્ધાર કાર્યની શરૂઆતને લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ મોદીએ જનસભાને સંબોધિ હતી. દરમિયાન તેમણે 2019ની ચૂંટણી જીતીને એકવાર ફરી વડાપ્રધાનપદની જવાબદારી સંભાળવાના સંકેત આપ્યા હતા.
ભુવનેશ્વરમાં કોલસા ગેસથી ચાલતો ભારતનો આ પહેલો ફર્ટિલાઇઝર પ્લાન્ટ હશે. ખાતર બનાવવા ઉપરાંત આ પ્લાન્ટ પ્રાકૃતિક ગેસ પણ પેદા કરશે જે દેશની ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવામાં યોગદાન આપશે. વડાપ્રધાન આજે ઝરસુગુડામાં લોકલ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરવાના છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન આજે છત્તીસગઢની પણ મુલાકાત લેશે. ત્યાં પણ કેટલીક યોજનાઓની શરૂઆત કરાવશે.
જનસભાને સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે બીજેપી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી, તે પછીથી ફર્ટીલાઈઝર પ્લાન્ટના કામે સ્પીડ પકડી. હું તમને ખાતરી આપું છું કે તાલચેર ફર્ટીલાઈઝર પ્લાન્ટનું બાંધકામ 36 મહિનામાં પૂરું થઈ જશે અને હું ફરી એકવાર અહીંયા તેના ઉદ્ઘાટન માટે આવીશ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મેં સીએમ નવીનબાબુને વિનંતી કરી હતી કે ઓડિશા સ્વચ્છતામાં પાછળ ન રહી જાય તે જોજો. પરંતુ, આજે જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે હું ફરી એકવાર નવીનબાબુને વિનંતી કરું છું કે લોકોના આરોગ્ય માટે થઈને ઓડિશાની સ્વચ્છતાને પ્રાથમિકતા આપે.